કાલોલ ની એમજીએસ હાઈસ્કુલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી: સંજયભાઈ શાહના હસ્તે ધ્વજવંદન યોજાયું.

તારીખ ૧૫/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહપૂર્વક અને દેશભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં શાળા પરિસરમાં દેશપ્રેમનો અનન્ય માહોલ જોવા મળ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ટ્રસ્ટી સંજયભાઈ શાહના હસ્તે સન્માનપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્રિરંગો લહેરાવવાની સાથે જ ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું.આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા લગાવવામાં આવેલા “જય જવાન, જય કિસાન”, “ભારત માતા કી જય”, “વંદે માતરમ્”, “હમ સબ એક હૈ” અને “ઇન્કલાબ ઝિંદાબાદ”ના દેશભક્તિપૂર્ણ નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.સમારંભના અંતે શાળા પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.







