ANKLESHWARBHARUCH

આમળાખાડી ઓવરબ્રિજ પૂર વખતે બે માનવ જિંદગી ને બચાવનારા નું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ

અંકલેશ્વર શહેરના પિરામણ ગામ નજીક આવેલા આમળાખાડી ઓવરબ્રિજ પૂર નાં પાણીનાં બચાવનારા નું સન્માન કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેરના પિરામણ ગામ નજીક આવેલા આમળાખાડી ઓવરબ્રિજ નીચે ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બે વ્યક્તિઓ પાણીમાં ફસાઈને ડૂબવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતાં નજીકમાં હાજર આઝાદ સ્તરના ફારૂકભાઈ પઠાણ સહિત અન્ય સ્થાનિક વ્યક્તિઓએ કોઈપણ જાતની પરવા કર્યા વિના તાત્કાલિક ધોરણે પાણીમાં ઉતરી બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો.

સ્થાનિકોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ માનવતાભર્યા અને સાહસિક કાર્ય બદલ શ્રી નંદ ટ્રાવેલ્સના સંચાલક ભાવિકભાઈ મોદી દ્વારા ફારૂકભાઈ પઠાણ સહિત બચાવ કામગીરીમાં જોડાયેલા અન્ય વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમની બહાદુરી અને સેવાભાવની પ્રશંસા કરવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં પોતાના જીવની પરવા કર્યા વિના અન્ય લોકોનો જીવ બચાવનાર સ્થાનિકોના આ સાહસની સમગ્ર વિસ્તારમાં સરાહના થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!