GUJARATTHARADVAV-THARAD

ધી પુનમાજીની ઢાણી મહિલા દૂધ ઉત્પાદન મંડળીમાં સાધારણ સભા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

જડીયાળીની શ્રી પુનમાજીની દૂધ મંડળી દ્વારા શ્રેષ્ઠ ૫ પશુપાલકોનું સન્માન
દૂધના ભાવમાં 8.60 ટકાનો વધારો, શ્રેષ્ઠ પશુપાલકોને રૂ. 2,100ના રોકડ ઇનામથી નવાજાયા
જડીયાળી ગામની શ્રી પુનમાજીની દૂધ મંડળી (મહિલા દૂધ ઉત્પાદન મંડળી) દ્વારા વર્ષ 2025-26 દરમિયાન દૂધ ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળી દ્વારા દૂધના ભાવમાં 8.60 ટકાનો ભાવ ફેર જાહેર કરવામાં આવ્યો હતો.
મંડળી દ્વારા શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન કરનાર પાંચ પશુપાલકોને રૂ. 2,100ના રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે સિલાણા લાસીબેન ભાવાભાઈ, બીજા ક્રમે ઠાકોર અમરતજી હતાજી, ત્રીજા ક્રમે મોદી પ્રકાશજી ગગાજી, ચોથા ક્રમે ઠાકોર ઇન્દ્રાબેન રમેશજી અને પાંચમા ક્રમે મોદી અંતરીબેન ભરતજીનો સમાવેશ થાય છે.
મંડળીના મંત્રી ચૌધરી રમેશભાઈ અજાજ તથા કર્મચારી ચૌધરી મુકેશકુમાર દ્વારા પશુપાલકોના સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકોને પ્રોત્સાહન મળે અને પશુપાલન ક્ષેત્રે વધુ સારું ઉત્પાદન થાય તે હેતુથી આવા સન્માન કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!