GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોના હસ્તે ધ્વજવંદન.

તારીખ ૧૬/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

તારીખ 15મી ઓગસ્ટ 2026, શનિવારના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસના રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ખેરની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સુરજસિંહ સોલંકી (નિજાનંદ ઝેરોક્ષ) અને તાલુકા કોંગ્રેસ સમિતિના એસ.સી. સેલના પ્રમુખ રમણભાઈ વણકરના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો જ્યાં આ પ્રસંગે પ્રદીપસિંહ પરમાર, નરવતસિંહ પરમાર, કિરણભાઈ પરમાર, કેશવભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ ઠાકોર, અક્રમભાઈ, સખાવતભાઈ અને અયુબભાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મિત્રોનો કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!