BANASKANTHAGUJARATPALANPUR
ગઢ મ.ત્રિ.ઝવેરી પ્રા.શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

16 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના ગઢ ગામની મ.ત્રિ.ઝવેરી પ્રાથમિક શાળા નં.4 ખાતે શ્રી ફાલ્ગુનીબેન પટેલ ( ફિઝિક્સ શિક્ષક- સરકારી માધ્યમિક શાળા પાલનપુર ) ના વરદ્ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ..આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અગ્રણી – અમીરગઢ પ્રભારી અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) , શાળા એસ.એમ.સી.અધ્યક્ષ જયંતિભાઈ બાઇવાડિયા ,શાળાના ઉત્સાહી આચાર્ય સંકેતભાઈ પટેલ સહીત વાલીઓ, શાળા પરિવાર, બાળકો તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





