GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લતીપર રોડ પર ધર્મજીવન કોટનની ઓફિસમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૧૯ શખ્સો ઝડપાયા 

TANKARA:ટંકારાના લતીપર રોડ પર ધર્મજીવન કોટનની ઓફિસમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૧૯ શખ્સો ઝડપાયા

ટંકારા-લતીપર રોડ પર આવેલ ધર્મજીવન જીન નામના કારખાનાની ઓફિસમાં ચાલતા જુગાર અખાડા પર ટંકારા પોલીસે દરોડો પાડી ૧૯ ઈસમોને રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સહિત કુલ ₹૩,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

મળતી માહિતી મુજબ, કલ્યાણપર ગામના નિવાસી અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા (પટેલ) પોતાના કબજા ભોગવટા વાળી ધર્મજીવન જીનની ઓફિસમાં બહારથી માણસો બોલાવી તીન પત્તીનો રોન પોલીસનો જુગાર રમાડી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની ટંકારા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ ૧. અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા (ઉ.વ.૩૦, રહે. કલ્યાણપર, તા.ટંકારા) ૨. વિવેકભાઇ ગણેશભાઈ નમેરા (ઉ.વ.૩૦, રહે. હરબટીયાળી, તા.ટંકારા) ૩. પ્રફુલભાઇ અમરશીભાઈ ભાગીયા (ઉ.વ.૩૦, રહે. ગણેશપર, તા.ટંકારા) ૪. હેમાંગકુમાર રજનીશભાઈ ભાગીયા (ઉ.વ.૨૧, રહે. સાધુ વાસવાણી રોડ, રાજકોટ) ૫. યશભાઇ ઠાકરશીભાઈ ગજેરા (ઉ.વ.૨૮, રહે. મોરબી રોડ, રાજકોટ) ૬. સુભાષભાઇ ધીરજલાલ ડાકા (ઉ.વ.૩૫, રહે. શાસ્ત્રીનગર, મોરબી) ૭. દર્શનભાઇ મનસુખભાઇ ભાગીયા (ઉ.વ.૨૪, રહે. ગણેશપર, તા.ટંકારા) ૮. મીતેશભાઇ ગંગારામભાઇ નમેરા (ઉ.વ.૨૬, રહે. હરબટીયાળી, તા.ટંકારા) ૯. હાર્દીકભાઇ ભરતભાઇ ભાગીયા (ઉ.વ.૨૩, રહે. કુવાડવા રોડ, રાજકોટ) ૧૦. રાજભાઇ રજનીકાંતભાઇ સંઘાણી (ઉ.વ.૨૬, રહે. હરબટીયાળી, તા.ટંકારા) ૧૧. મેહુલભાઇ જગદીશભાઇ દુબરીયા (ઉ.વ.૩૪, રહે. મકરાણીશેરી, ટંકારા) ૧૨. વિશાલભાઇ નાગજીભાઇ ભાગીયા (ઉ.વ.૩૩, રહે. ગણેશપર, તા.ટંકારા) ૧૩. ચુનીલભાઇ ત્રીભોવનભાઇ ભાગીયા (ઉ.વ.૩૫, રહે. ગણેશપર, તા.ટંકારા) ૧૪. ભાર્ગવભાઇ પ્રવિણભાઇ ભાગીયા (ઉ.વ.૨૫, રહે. મારૂતીનગર-૧, રાજકોટ) ૧૫. હર્ષેદભાઇ વેલજીભાઇ નમેરા (ઉ.વ.૨૯, રહે. હરબટીયાળી, તા.ટંકારા) ૧૬. નીખીલભાઇ ભાવેશભાઇ નમેરા (ઉ.વ.૨૮, રહે. હરબટીયાળી, તા.ટંકારા) ૧૭. અભીષેકભાઇ લલીતભાઇ પીપળીયા (ઉ.વ.૨૨, રહે. પેડક રોડ, રાજકોટ) ૧૮. કશ્યપભાઇ રસીકભાઇ પટેલ (ઉ.વ.૨૪, રહે. જયનગર, તા.ટંકારા)૧૯. આશીષભાઇ મુળજીભાઇ ભાગીયા (ઉ.વ.૩૦, રહે. ગણેશપર, તા.ટંકારા) જપ્ત કરાયેલ મુદ્દામાલ:રોકડ રકમ: ₹૧,૩૦,૦૦૦/-મોબાઈલ ફોન: ૨૪ નંગ (કિંમત ₹૧,૮૦,૦૦૦/-) કુલ કિંમત: ₹૩,૧૦,૦૦૦/-ટંકારા પોલીસે તમામ ૧૯ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૪, ૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!