GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના રાતાભે ગામેથી રૂ. ૧.૨૭ લાખના મુદામાલ સાથે ૮ જુગારીઓ ઝડપાયા

HALVAD:હળવદના રાતાભે ગામેથી રૂ. ૧.૨૭ લાખના મુદામાલ સાથે ૮ જુગારીઓ ઝડપાયા

 

હળવદ તાલુકાના રાતાભે ગામે રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે સફળ દરોડો પાડીને કુલ ૮ ઇસમોને રૂ. ૧,૨૭,૦૦૦/- ની રોકડ રકમ અને મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો અનુસાર, હળવદ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે રાતાભે ગામે આવેલ પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયાના મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને જુગાર રમી રહેલા આઠેય આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયા ,જીલુ જાદવજીભાઈ કેરવાડીયા ,ગણપત નટુભાઇ પરમાર ,અનિલ ગણેશભાઈ ચડાણીયા ,વિજય પ્રભુભાઈ ચૌહાણ ,જીવરાજ હેમુભાઈ સારલા ,ઘનશ્યામ નરશીભાઈ કેરવાડીયા ,જયંતી ભીમાભાઈ કેરવાડીયા (તમામ રહે. રાતાભે, તા. હળવદ)

પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૧,૨૭,૦૦૦/- ની રોકડ રકમ સહિતનો મુદામાલ જપ્ત કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!