TANKARA:ટંકારાના લજાઈ-ધુનડા રસ્તે જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

TANKARA:ટંકારાના લજાઈ-ધુનડા રસ્તે જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જગ્યા પર ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા છ શખ્સોને પોલીસે રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, ટંકારા તાલુકા પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન લજાઈ-ધુનડા રસ્તા પર આવેલા ઝૂંપડા પાસે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગંજીપત્તા વડે જુગાર રમતા છ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ:હસમુખભાઇ રધુભાઇ ઉધરેજા (ઉ.વ. ૩૫) – રહે. વીરપર, તા. ટંકારા ,રાહુલભાઇ જયંતિભાઇ પાટડીયા (ઉ.વ. ૨૬) – રહે. ધુનડા (સજનપર), તા. ટંકારા ,અરવિંદભાઇ ભુપતભાઇ પરેચા (ઉ.વ. ૩૨) – રહે. ધુનડા (સજનપર), તા. ટંકારા ,કિશનભાઇ વિનુભાઇ પાટડીયા (ઉ.વ. ૨૩) – રહે. ધુનડા (સજનપર), તા. ટંકારા ,ગણેશભાઇ ઉર્ફે ગણો પ્રવિણભાઇ ઉધરેજા (ઉ.વ. ૨૭) – રહે. વીરપર, તા. ટંકારા ,નાથાભાઇ કરમશીભાઇ બાવરવા (ઉ.વ. ૩૨) – રહે. વીરપર, તા. ટંકારા પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧૯,૭૦૦ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.










