DESARGUJARATVADODARA

*ડેસર તાલુકાના વેજપુર ગામ ખાતે આવેલા શ્રીવેજનાથ મહાદેવ મંદિર પરિસરમાં એક ભવ્ય અને ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું *

 

ડેસર પરમાર ચિરાગ

ડેસર તાલુકાના વેજપુર ગામ ખાતે આવેલા વેજનાથ મહાદેવ મંદિર પરિસરમાં એક ભવ્ય અને ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટર P.I.ગઢવી સાહેબની બદલી થતાં, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા તેમને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.આ સમગ્ર વિદાય કાર્યક્રમનું સુંદર આયોજન સ્થાનિક અગ્રણી સમાજ સેવક ગૌરવસિંહ પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વેજપુર અને આસપાસના ગામોના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.પી.આઈ. ગઢવી સાહેબે ડેસર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ જાળવવાની સાથે પબ્લિક ફ્રેન્ડલી પોલીસિંગનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન તેમનું લોકાભિમુખ વર્તન, પબ્લિક પ્રત્યેનો પ્રેમભાવ અને પ્રજાના પ્રશ્નો ઉકેલવાની તત્પરતાને કારણે તેઓ જનમાનસમાં ભારે આદરપાત્ર બન્યા હતા.ગઢવી સાહેબનું માર્ગદર્શનકાર્યક્રમના અંતમાં પી.આઈ. ગઢવી સાહેબે ઉપસ્થિત તમામ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે પોતાના વક્તવ્યમાં ગ્રામજનોને કાયદાનું પાલન કરવા પરસ્પર ભાઈચારો જાળવી રાખવા અને પોલીસ તંત્રને હંમેશા સહયોગ આપવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ગ્રામજનો અને આગેવાનો દ્વારા ગઢવી સાહેબને પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્ન એનાયત કરી, તેમની ફરજનિષ્ઠાને બિરદાવી ભવિષ્યની નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદાયની આ ક્ષણે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.

Back to top button
error: Content is protected !!