એસ.એસ.પી.એ હાઈસ્કૂલ, નીરોણાની દીકરીનું જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં વિશેષ સન્માન.
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યુ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા, તા- ૧૬ ઓગસ્ટ : જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પ્રસંગે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણાની ધોરણ-૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વંશી નીતિનભાઈ ભાનુશાલીને સન્માનપત્ર એનાયત કરી ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવી હતી.ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ધો. ૧૧માં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી, રાષ્ટ્રીય કક્ષાએ શાંતિકુંજ- હરિદ્વાર મધ્યે યોજાતી શિબિરમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી કચ્છ જિલ્લાનું નામ અગ્રેસર કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વંશી ભાનુશાલીની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર તથા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાની સહીવાળુ સન્માનપત્ર ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણાના આચાર્ય ડો વી.એમ.ચૌધરી, સમગ્ર શાળા પરિવાર તથા સમગ્ર ગામ વતી ગામના સરપંચ નરોત્તમભાઈ આહીરે શાળાની વિદ્યાર્થીની અને બાલીકા સરપંચ એવી વંશી નીતિનભાઇ ભાનુશાલીને અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના વરિષ્ઠ શિક્ષક અને નખત્રાણા તાલુકા- ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના સંયોજક અલ્પેશભાઈ જાની પણ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં તેમની સાથે મુંદરા મધ્યે ઉપસ્થિત રહ્યા હતા.વંશીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ગ્રામજનોમાં ખુશી અને ગૌરવની લાગણી પ્રસરી છે. ભવિષ્યમાં પણ પોતાની પ્રતિભા દ્વારા સમાજ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રની પ્રગતિમાં મહત્તમ યોગદાન આપે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.





