GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર સહિત પંથકમાં 80 માં સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૮.૨૦૨૬

હાલોલ નગર સહિત પંથકમાં શનિવારના રોજ 80 માં સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, નગરની સરકારી કચેરીઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં હાલોલ મામલતદાર કચેરી ખાતે મામલતદાર સંદીપ રૈયાની ધ્વારા ધ્વજવંદન કરાયું હતું જ્યારે હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ નીરૂબેન બારિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હાલોલ ટાઉન પોલીસ મથકે પીઆઈ આર.કે દેસાઈની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ જેમા ASI. ભરત કુમાર બામણીયા ધ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ અને હાલોલ રૂરલ પોલીસ મથકે પીઆઈ વી.એચ.જાડેજા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હાલોલ નગર પાલિકા ખાતે પણ 80 માં સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરાઇ હતી જેમાં હાલોલ નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદસિહ રાઠોડ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જ્યારે તાલુકા ક્ષકાની ઉજવણી હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે આવેલ કબૂતરખાન પેવેલિયન ખાતે કરાઈ હતી જેમાં હાલોલ પ્રાંત અધિકારી જીગ્નેશ પટેલ ધ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું,હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સુપ્રીડેન્ટન ડૉ.ઉપાધ્યાય ધ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ જેમા મોટી સંખ્યામાં તબીબો અને હોસ્પિટલની સ્ટાફ હાજર રહ્યો હતો જ્યારે આ કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન કરી માતૃભૂમિ માટે સર્વસ્વ ખપાવી દેનારા વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા તો નગરની સરકારી શાળાઓ સહિત વિવિધ સ્કૂલોમાં પણ રંગે ચંગે બાળકોએ સ્વતંત્રતા દિવસને ઉજવ્યો હતો આમ સમગ્ર હાલોલ પંથકમાં શનિવારના રોજ 80 માં સ્વતંત્રતા પર્વની આન બાન શાન થી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારી અધિકારીઓ,કર્મચારીઓને વિવિધ શાળાના વિધાર્થીઓ અને નગરજનો ઉત્સાહભેર ઉજવણી માં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!