ચોટીલામાં રૂ. 10.06 લાખનો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો સીઝ: લાયસન્સ વગરના ગોડાઉનને સીલ મારતી સબ-ડિવિઝનલ ટીમ
લાયસન્સ વિના રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો સંગ્રહ-વેચાણ સામે કાર્યવાહી: ગોડાઉન સીલ કરાયું

તા.17/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
લાયસન્સ વિના રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો સંગ્રહ-વેચાણ સામે કાર્યવાહી: ગોડાઉન સીલ કરાયું, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા શહેરમાં ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ તથા વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ ફટાકડા ગોડાઉન ખાતે આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન ગોડાઉનના સંચાલક દેવાંગ નવીનચંદ્ર શાહ, રહે, શાસ્ત્રીનગર, ચોટીલા પાસેથી ફટાકડાના સંગ્રહ તથા વેચાણ અંગેનું લાયસન્સ અને આધાર- પુરાવાઓ રજૂ કરવા જણાવવામાં આવતા તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ લાયસન્સ હંગામી ફટાકડા લાયસન્સ હોવાનું તથા તે માત્ર તા. 31/03/2026 સુધી જ માન્ય હોવાનું ધ્યાને આવ્યું હતું આમ, તપાસણી સમયે માન્ય લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ તથા વેચાણ કરવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું હતું. વધુમાં, ફટાકડાનો રહેણાંક વિસ્તારમાં સંગ્રહ તથા વેચાણ, ગોડાઉનમાં જરૂરી સલામતીની જોગવાઈઓનું પાલન ન થવું તેમજ ગોડાઉનમાં જરૂરી બે દરવાજાની વ્યવસ્થા ન હોવી સહિતની ગંભીર ક્ષતિઓ ધ્યાને આવી હતી તપાસણી દરમિયાન Explosives Rules, 2008ની નિયમ 82, 83, 85 અને 86ની વિવિધ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું તેમજ ફટાકડાના સંગ્રહ, વેચાણ, ગોડાઉનની રચના, સલામતી તથા લાયસન્સ સંબંધિત જોગવાઈઓનો ભંગ થયેલ હોવાનું ધ્યાને આવ્યું હતું આ ઉપરાંત Explosives Act તથા તે હેઠળના લાગુ પડતા નિયમો અને સલામતી સંબંધિત જોગવાઈઓનો ભંગ થયેલ હોવાનું જણાતા નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન PESO (Petroleum and Explosives Safety Organisation) દ્વારા ફટાકડાના સંગ્રહ, વેચાણ, અધિકૃત ફટાકડાની યાદી, સલામતી તથા લાયસન્સ સંબંધિત પ્રસિદ્ધ કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ અને લાગુ સૂચનાઓનું પણ પાલન કરવામાં આવ્યું ન હોવાનું ધ્યાને આવ્યું હતું. PESO દ્વારા અધિકૃત ફટાકડાની યાદી તથા ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટેની સલામતી જોગવાઈઓને ધ્યાને લઈ જરૂરી તપાસણી કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન Joint Series પ્રકારના આશરે 40 બોક્સ ફટાકડા પણ મળી આવ્યા હતા. આવા ફટાકડાઓ અંગે માનનીય સુપ્રીમ કોર્ટના વર્ષ 2018ના આદેશ તથા PESO દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી લાગુ સૂચનાઓને ધ્યાને લઈ તપાસણી કરવામાં આવી હતી અને લાગુ કાયદા-નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરોક્ત ગંભીર ગેરરીતિઓને ધ્યાનમાં લઈ ગોડાઉનમાં રહેલ ફટાકડાનો કુલ રૂ. 10,06,404 નો મુદ્દામાલ સીઝ કરી ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. સીઝ કરવામાં આવેલ ફટાકડાની વિગત જેમાં Sri Raji 24 નંગ,
Red Fort 21 નંગ, Power Unlimited 04 નંગ, Two K 01 નંગ, 12 Shots Colors 32 નંગ, 12 Shots Luck 66 નંગ, Run Star 25 Shots 25 નંગ, Cornation 23 નંગ,
West War 60 Shots 04 નંગ, Flame Throws 15 Shots 11 નંગ, Bhima 30 Shots 10 નંગ, Nazi Cornation 53 નંગ, Vishvas Mirchi Bomb 153 નંગ, Bleck Parter 66 નંગ, Coromeshan Hollywood 22 નંગ, Markuri Paip Greth Drepos 27 નંગ, Color Panch Balaji 14 નંગ, Krishna Swami 30 Shots 04 નંગ, Sarnavel 50 Shots 05 નંગ, Linga 110 Shots 17 નંગ, Run Star 50 Shots 02 નંગ આ ઉપરાંત Joint Series પ્રકારના આશરે 40 બોક્સ ફટાકડા પણ મળી આવતા, માનનીય સુપ્રીમ કોર્ટના વર્ષ 2018ના આદેશ, PESOની લાગુ માર્ગદર્શિકાઓ તથા Explosives Rules, 2008ની જોગવાઈઓના સંદર્ભમાં નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. ચોટીલા સબ- ડિવિઝનલ વહીવટી તંત્ર દ્વારા ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ, લાયસન્સની શરતોના ભંગ તથા સલામતીના નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ફટાકડાના સંગ્રહ અને વેચાણમાં લાગુ કાયદા-નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. ઉક્ત ગોડાઉન સંચાલક દેવાંગ નવીનચંદ્ર શાહ સામે Explosives Act, Explosives Rules, 2008, PESOની લાગુ માર્ગદર્શિકાઓ તથા અન્ય લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





