BHUJGUJARATKUTCH

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે તાલીમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૭ ઓગસ્ટ : મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને રોગચાળા અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા આરોગ્ય કચેરી, માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓ માટે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તથા ઈએમઓ ડૉ. કેશવકુમારની સૂચના અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ હતી.તાલીમના પ્રારંભે તાલુકા બહુહેતુક આરોગ્ય પર્યવેક્ષક  રાજુભાઈ ગોર દ્વારા તાલીમના હેતુ તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવાની કામગીરી અંગે પ્રાથમિક સમજણ આપવામાં આવી હતી.તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ, રોગચાળા અટકાવવા માટેની ક્ષેત્રિય કામગીરી તથા જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતની મલેરિયા શાખાના  પ્રકાશભાઈ દુર્ગાણી, અજિતસિંહ તથા  દામજીભાઈ દ્વારા મલેરિયા સહિતના વાહકજન્ય રોગો, રોગ સર્વેલન્સ, રોગચાળા નિયંત્રણ, ક્ષેત્રિય કામગીરી દરમિયાન રાખવાની સાવચેતી તેમજ નોંધણી અને અહેવાલ રજૂઆત અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.તાલીમનું આયોજન શ્રી કિંચનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આરોગ્ય પર્યવેક્ષક શ્રી સંદીપભાઈ દ્વારા ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.તાલીમના પરિણામે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ, રોગચાળાની સ્થિતિમાં સમયસર કાર્યવાહી તથા ક્ષેત્રિય કામગીરી વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી વ્યવહારુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

Back to top button
error: Content is protected !!