DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ પર રાજકોટ રેન્જ પોલીસનો સર્જિકલ સ્ટ્રાઈક: ધ્રાંગધ્રામાંથી 25 લાખનો મુદ્દામાલ સીઝ

ઘટનાસ્થળેથી 2 ટ્રક, 1 ક્રેન અને 15 ટન પથ્થર મળી રૂ.25,00,000 નો મુદ્દામાલ કબ્જે કરાયો

તા.18/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ઘટનાસ્થળેથી 2 ટ્રક, 1 ક્રેન અને 15 ટન પથ્થર મળી રૂ.25,00,000 નો મુદ્દામાલ કબ્જે કરાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઉત્ખનનની પ્રવૃત્તિઓ સામે રાજકોટ રેન્જ પોલીસે લાલઆંખ કરી સપાટો બોલાવ્યો છે રાજકોટ રેન્જની ટીમે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરના ખનન સ્થળ પર ઓચિંતો છાપો મારીને ૨ ટ્રક, ૧ ક્રેન તથા આશરે ૧૫ ટન પથ્થર સહિત કુલ રૂ. ૨૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ જાતની મંજૂરી વગર મોટા પાયે પથ્થરનું ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની ચોક્કસ બાતમી રાજકોટ રેન્જ પોલીસ વડાની ટીમને મળી હતી. આ બાતમીના આધારે રેન્જ ટીમે કોઈને કાનલબાર ખબર ન પડે તે રીતે દરોડો પાડ્યો હતો. પોલીસ ટીમને જોઈને ખનન સ્થળે હાજર ખનીજ માફિયાઓ અને વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ખોદકામ અને વહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો અને જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૨૫ લાખની કુલ કિંમતના સાધનો સીઝ કર્યા છે, જેમાં ૨ નંગ ટ્રક ૧ નંગ ક્રેન આશરે ૧૫ ટન ગેરકાયદેસર પથ્થરનો જથ્થો રાજકોટ રેન્જ ટીમે તમામ મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ખાણ અને ખનીજ વિભાગને આ અંગે રિપોર્ટ સોંપીને દંડકીય કાર્યવાહી હાથ ધરવા કવાયત શરૂ કરી છે. ઝાલાવાડ વિસ્તારમાં અવારનવાર ધમધમતી ખનીજ ચોરી પર રાજકોટ રેન્જના આ સપાટાથી સ્થાનિક ખનીજ માફિયાઓ અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ઉત્ખનન કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!