પાણશીણા પોલીસનો મોટો દરોડો: કટારીયા ટોલનાકા નજીક ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી રૂ. 49.88 લાખનો દારૂ ઝડપાયો
વિદેશી દારૂની બોટલો નંગ 2,880 કિ.રૂ. 29,83,000 તથા ટાટાનો ટ્રક કિ.રૂ. 20,00,000 એક મોબાઇલ 5000 મળી કુલ રૂ.49,88,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.18/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વિદેશી દારૂની બોટલો નંગ 2,880 કિ.રૂ. 29,83,000 તથા ટાટાનો ટ્રક કિ.રૂ. 20,00,000 એક મોબાઇલ 5000 મળી કુલ રૂ.49,88,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા અંતર્ગત આવતા કટારીયા ટોલનાકા નજીક પાણશીણા પોલીસે પ્રોહિબિશન કાયદા હેઠળ એક મોટી સફળ કામગીરી પાર પાડી છે. પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ ટ્રકને આંતરીને તેની તલાશી લેતા ટ્રકમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ. 49.88 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના એક શખ્સની અટકાયત કરી છે. પાણશીણા પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ટાટા કંપનીના ટ્રક નંબર NL-01-AC-2144 માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે કટારીયા ટોલનાકા નજીક પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા જ તેને રોકીને ઘનન તપાસ હાથ ધરવામાં આવી હતી પ્રથમ નજરે સામાન્ય લાગતા આ ટ્રકની સઘન તપાસ દરમિયાન પોલીસને ટ્રકની પાછળના કેબિન ભાગમાં ચાલાકીપૂર્વક બનાવેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનાને ખોલીને જોતા તેમાંથી પરમીટ વગરની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની- મોટી સીલબંધ બોટલો 2,880 કિ.રૂ. 29,83,000 તથા ટાટા ટ્રક NL-01-AC-2144 રૂ. 20,00,000 એક મોબાઇલ રૂ.5,000 એમ મળીને કુલ કુલ રૂ. રૂ.49,88,000 ના મુદ્દામાલ સાથે પોલીસે સ્થળ પરથી જ ટ્રક ચાલક દુર્ગારામ ધનારામ ગોદારા રહે, બાડમેર, રાજસ્થાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.




