GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામમાં જુગાર રમતા ૪ ઈસમો ઝડપાયા 

MORBI:મોરબીના લક્ષ્મીનગર ગામમાં જુગાર રમતા ૪ ઈસમો ઝડપાયા 

સરહદી રેન્જ ભુજ આઈજીપી અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા આપવામાં આવેલી સખત સૂચનાઓ મુજબ મોરબી તાલુકા પોલીસે સફળ કામગીરી કરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પ્રોહીબિશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લક્ષ્મીનગર ગામના કોળી વાસમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહેલા ૪ ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ: પ્રકાશભાઇ અમ્બુભાઇ હળવદીયા (રહે. લક્ષ્મીનગર, તા. મોરબી) અરજણભાઇ જેઠાભાઇ રીણીયા (રહે. લક્ષ્મીનગર, તા. મોરબી) અમીતભાઇ બાબુભાઇ રાણેવાડીયા (રહે. લક્ષ્મીનગર, તા. મોરબી) સાગરભાઇ સામજીભાઇ કોરડીયા (રહે. લક્ષ્મીનગર, તા. મોરબી) જપ્ત કરાયેલ મુદ્દામાલ:પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૨૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!