TANKARA:ટંકારા ઘુનડા ગામની સીમમાં તસ્કરો ત્રાટક્યા, ૫ ખેડૂતોની વાડીમાંથી કોપર વાયરની ચોરી

TANKARA:ટંકારા ઘુનડા ગામની સીમમાં તસ્કરો ત્રાટક્યા, ૫ ખેડૂતોની વાડીમાંથી કોપર વાયરની ચોરી
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમ વિસ્તારમાં તસ્કરોએ રાત્રિના સમયે ધામા નાખી ખેડૂતોને લક્ષ્યાંક બનાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સીમમાં આવેલી અલગ-અલગ પાંચ ખેડૂતોની વાડીઓમાંથી પાણીની મોટરના પટ્ટી કેબલના કોપર વાયર કાપીને ચોરી કરી જતાં ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, ઘુનડા (સજનપર) ગામે રહેતા રમેશભાઇ ચતુરભાઈ ફુલતરીયા (ઉ.વ.૫૮) એ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, અદેપર માર્ગે આવેલી ફરિયાદી તથા અન્ય ખેડૂતોની વાડીઓમાં રહેલા તળાવ અને કુવાના પંપમાંથી તસ્કરોએ મોટરના પટ્ટી કેબલ લક્ષ્યાંક બનાવ્યા હતા.તસ્કરો આશરે ૩૪૦ ફુટ લાંબો, ૪૦ કિલો વજન ધરાવતો અને રૂ. ૧૨,૦૦૦ ની કિંમતનો કોપર વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે રમેશભાઇ ફુલતરીયાની ફરિયાદ પરથી ટંકારા પોલીસે ગુનો નોંધી ચોર ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









