GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રોડ પર રખડતાં 3,700થી વધુ ઢોર ડબ્બે પુરાયા

MORBI:મોરબી રોડ પર રખડતાં 3,700થી વધુ ઢોર ડબ્બે પુરાયા

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ જાહેર માર્ગો પર વાહનચાલકો અને રાહદારીઓ માટે અડચણરૂપ બનતા રખડતાં પશુઓને મુક્ત કરવા માટે પશુ ત્રાસ નિયાંત્રણ (ANCD) શાખા દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પાલિકા દ્વારા આજદિન સુધીમાં શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી કુલ 3,706 જેટલાં રખડતાં પશુઓને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પશુઓનું સ્થળાંતર: પકડાયેલા પશુઓને મોરબી જિલ્લાની આસપાસની વિવિધ ગૌશાળાઓ, પાંજરાપોળ અને નંદીઘરમાં આશ્રય આપવામાં આવ્યો છે. ઉપરાંત પાલિકા હસ્તકના નંદીઘરમાંથી 600થી વધુ પશુઓને અન્ય ગૌશાળાઓમાં મોકલવામાં આવ્યા છે.

RFID અને ટેગિંગ: પશુઓની ઓળખ અને ટ્રેકિંગ સુનિશ્ચિત કરવા માટે અત્યાર સુધીમાં 2,920 પશુઓનું RFID ટેગિંગ કરવામાં આવ્યું છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.લાયસન્સ અને પરમિટ: પશુપાલન ક્ષેત્રે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 306 પશુ માલિકોને લાયસન્સ તથા 33 વ્યક્તિઓને ઘાસ વેચાણ માટેની પરમિટ ઇશ્યૂ કરવામાં આવી છે.પેટડોગ રજીસ્ટ્રેશન: શહેરમાં પાલતુ શ્વાન ધરાવતા 49 નાગરિકોએ પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ પશુ માલિકોને પોતાના પશુઓનું યોગ્ય રજીસ્ટ્રેશન કરાવવા અને પાલતુ શ્વાનના માલિકોને પણ વહેલી તકે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ શહેરના માર્ગોને રખડતાં પશુઓથી મુક્ત કરવા માટે પશુઓ પકડવાની ઝુંબેશ સતત ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!