ફૂલ સાથે કાલોલ પોલીસની અનોખી હેલ્મેટ ડ્રાઇવ, બાઇક ચાલકોને ગુલાબ આપી કરી માર્ગ સલામતીની અપીલ.

તારીખ ૧૯/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
દ્વિચક્રી વાહનચાલક તેમજ પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુમાં દ્વિચક્રી વાહનોની સંડોવણી વધુ હોવાના પગલે હેલ્મેટના ફરજિયાત ઉપયોગ અંગે રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કાલોલ સહિત ગોધરા, કાલોલ અને હાલોલ વિભાગમાં પોલીસ દ્વારા હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે.પોલીસ વિભાગની માહિતી મુજબ રાજ્યમાં થતા અકસ્માતજન્ય મૃત્યુમાં મોટાભાગના મૃત્યુ દ્વિચક્રી વાહનો સાથે સંકળાયેલા હોય છે. હેલ્મેટ નહીં પહેરવાના કારણે મોટી સંખ્યામાં લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. અકસ્માતોમાં મૃત્યુદર ઘટાડવા તેમજ નાગરિકોમાં હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા સ્થાનિક કક્ષાએ વિવિધ અવેરનેસ કેમ્પેઇન યોજવામાં આવી રહ્યા છે.હેલ્મેટ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા માત્ર દંડાત્મક કાર્યવાહી જ નહીં, પરંતુ લોકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાહદારીઓ અને વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી રહી છે.







