SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

સાયલા પ્રોહિબિશન કેસમાં નાસતો-ફરતો આરોપી થાનગઢનો વનરાજ ગીડા રાજકોટ રેન્જ ટીમની ગિરફ્તમાં

તા.19/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

રાજકોટ રેન્જમાં ગુના આચરીને નાસતા-ફરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના મોટા ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી ફરાર થઈ ગયેલા નાસતા- ફરતા આરોપીને રાજકોટ રેન્જની ખાસ ટીમે ટેકનિકલ સોર્સ અને માનવ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગુનાઓ આચરીને નાસતા- ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદાનું ભાન કરાવવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન રાજકોટ રેન્જ સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફતેસંગ પરમાર તથા દિલીપસિંહ સિંધવને ચોક્કસ અને બાતમીદારો પાસેથી મહત્વની હકીકત મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનું એનાલિસિસ કરીને વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા-મૂળી બાયપાસ રોડ પરથી મફતિયાપરા થાનગઢ, સુરેન્દ્રનગરના રહેવાસી વનરાજ પીઠુભાઈ ગીડાને ઝડપી લીધો હતો. આરોપી વનરાજ ગીડા સામે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), અને ૯૮(૨) મુજબ ઇંગ્લિશ દારૂનો ગુનો (ગુ.ર.નં. ૦૪૨૭/૨૦૨૫) નોંધાયેલો હતો. દારૂના આ કેસમાં આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.રાજકોટ રેન્જ ટીમે આરોપીને ઝડપી પાડ્યા બાદ આગળની કાયદેસરની ઘટતી કાર્યવાહી હાથ ધરવા માટે તેને સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે. રેન્જ ટીમની આ સફળ કામગીરીથી દારૂના કારોબારીઓ અને નાસતા-ફરતા ગુનેગારોમાં ફાળ પડી છે.

Back to top button
error: Content is protected !!