આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં સ્વછતા પખવાડિયા અંતર્ગત કોલેજ કેમ્પસની સફાઈ કાર્યક્રમ યોજાયો..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં સ્વછતા પખવાડિયા અંતર્ગત કોલેજ કેમ્પસની સફાઈ કાર્યક્રમ યોજાયો..

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા માં સ્વછતા પખવાડિયા અંતર્ગત કોલેજ કેમ્પસની સફાઈ કાર્યક્રમ યોજાયો…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા ૧૯ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના NSS વિભાગના સ્વચ્છતા પખવાડિયા ના પરિપત્રના અનુસંધા ને કોલેજ કેમ્પસની સફાઈ અભિયાનનું આયોજન પ્રિ.ડો.ડી.એસ.ચારણ ના માર્ગ દર્શનમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સફાઈ નું મહત્વ સમજાવતા દિનેશભાઈ એ પ્રેરણાદાયી વ્યાખ્યાન આપતાં કહ્યું કે આપણી કોલેજને સ્વચ્છ,સુંદર અને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણા સૌની છે. સ્વચ્છતા માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી,પરંતુ જીવનશૈલીનો ભાગ છે.આજે આપણે સૌ સાથે મળીને સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપીએ. વિદ્યાર્થીઓ માં સ્વચ્છતા, શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસે તે આપણો મુખ્ય હેતુ છે. ચાલો, સ્વચ્છ કોલેજ અને સ્વચ્છ સમાજના નિર્માણમાં સહભાગી બનીએ. આ કાર્યક્રમ માં NSS ના સ્વયંસેવકો,બી.એ./બી.કોમ.ના વિદ્યાર્થી ઓ અને કોલેજ ના અધ્યાપકો જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે NSS વિભાગના ડૉ.રામભાi સોલંકી અને ડોગૌરવભાi શ્રીમાળીએ જહેમત ઉઠાવી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530



