MORBI:રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના 05 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

MORBI:રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના 05 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું
“ટીબી મુક્ત ભારત અભિયાન “અંતર્ગત ટીબી ના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેનેરોગ માંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો માં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત બનાવવા માટેની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.
ત્યારે અનેક સેવાકાર્યો કરવા માટે જાણીતી મોરબી સ્થિત રોટરી ક્લબ ઓફ મોરબીએ પણ મોરબીની ટીબી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને અત્યંત જરૂરિયાતમંદ 05 ટીબીના દર્દીઓને ટીબી ની દવાની સાથે-સાથે દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી હતી
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસીડન્ટ શ્રી હુઝેફા ભાઈ લાકડાવાલા, અમિતભાઈ પટેલ સોનલબેન, તથા અશોક ભાઈ મહેતાએ હાજર રહી ઉમદા માનવીય અભિગમ સાથે ટીબી દર્દીઓ ને કીટ આપેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા, જીલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા સાહેબ, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયા એ જહેમત ઉઠાવી હતી.










