GUJARATMAHISAGARSANTRAMPUR

બાલાસિનોરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ અને રોડ સેફ્ટી અર્થે સેવાલિયા-વીરપુર રોડ પરથી ૨૦૦થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા

બાલાસિનોરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ અને રોડ સેફ્ટી અર્થે સેવાલિયા-વીરપુર રોડ પરથી ૨૦૦થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા….

રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર

બાલાસિનોરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ અને રોડ સેફ્ટી અર્થે સેવાલિયા-વીરપુર રોડ પરથી ૨૦૦થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા
*****
પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર સહિત વિવિધ વિભાગોના સંયુક્ત ઉપક્રમે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાઈ
*****
બાલાસિનોર શહેરમાં ટ્રાફિક નિયમન, રોડ સેફ્ટી તથા સ્વચ્છતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેવાલિયા-બાલાસિનોર-વીરપુર મુખ્ય માર્ગ પર બંને તરફ આવેલા ૨૦૦થી વધુ કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ કામગીરી અંગે માહિતી આપતાં બાલાસિનોર પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં રોડ સેફ્ટી, સ્વચ્છતા અને દબાણોના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે આ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત પ્રથમ તબક્કામાં સેવાલિયા-વીરપુર રોડ પર બંને બાજુ અંદાજે ૧ કિલોમીટર વિસ્તારમાં માર્ગ અવરોધક કાચા-પાકા દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ ઝુંબેશ સતત કાર્યરત રહેશે.

આ મેગા ડિમોલિશન કામગીરીમાં તાલુકા વહીવટી તંત્ર, બાલાસિનોર નગરપાલિકા, પોલીસ તંત્ર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ એમજીવીસીએલ (MGVCL) સહિતના વિવિધ વિભાગોની ટીમોએ સંકલનમાં રહીને સુચારૂ કામગીરી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!