નવસારી મહાનગરપાલિકામાં કમિશનર સાથે મુલાકાત માટે હવે મંગળવાર-ગુરુવારનો સમય નિર્ધારિત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના માન. કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય (IAS) સાહેબને મળવા ઇચ્છતા નાગરિકો અને મુલાકાતીઓ માટે મુલાકાતના દિવસોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ગાંધીનગર ખાતે દર સોમવારે સરકારશ્રીની અગત્યની બેઠકો યોજાતી હોવાથી કમિશનરશ્રીની ત્યાં ઉપસ્થિતિ અનિવાર્ય રહે છે. જેના કારણે હવે નવસારી મહાનગરપાલિકા ખાતે નાગરિકો માટેનો સોમવારનો મુલાકાત દિવસ રદ કરી તેના બદલે મંગળવાર કરવામાં આવ્યો છે. અપડેટેડ મુલાકાતનો સમય દિવસ : મંગળવાર અને ગુરુવાર સમય : સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો તથા સંબંધિત મુલાકાતીઓને અપીલ કરવામાં આવી છે કે, કમિશનરશ્રી સાથે મુલાકાત માટે ઉપરોક્ત નવા સમયપત્રક મુજબ જ મહાનગરપાલિકા ખાતે ઉપસ્થિત રહેવું. આ ફેરફારથી નાગરિકોને મુલાકાત અંગે અગાઉથી યોગ્ય આયોજન કરવામાં સરળતા રહેશે અને વહીવટી કામગીરી પણ વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે.



