બોડેલીમાં પૂર્વ IAS ડૉ. તનુ જૈને આપ્યા UPSC-GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાના ગોલ્ડન મંત્રો
બોડેલી :
સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે આજે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં એક માર્ગદર્શન સેમિનારનું સુંદર આયોજન બોડેલી સ્વામિનારાયણ હોલ ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં સુશ્રી ડૉ.તનુ જૈન વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં
UPSC, GPSC સહિતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો ને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કેવી રીતે કરવી અને આવા ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે બોડેલી સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનાં વિશાળ હોલમાં છોટાઉદેપુરનાં કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈન નાં અધ્યક્ષ સ્થાને એક સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં નવી દિલ્હીથી શિક્ષણ શાસ્ત્રી અને સ્પર્ધાત્મક પરીક્ષાનાં માર્ગદર્શક, પૂર્વ IAS ઓફિસર, મટિવેશનલ સ્પીકર અને IAS ની તૈયારીઓ કરાવનાર એમનું પોતાનું “તથાસ્તુ અકેડમી” ચલાવતા સુશ્રી ડૉ. તનુ જૈન વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સૌથી પેહલા મંદિર પરિસરમાં તમારા મુખ્ય મહેમાન આને વક્તા ડૉ. તનુ જૈન તથા કલેક્ટર ગાર્ગી જેન દ્વારા વૃક્ષારોપણ કરી દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર નર્મદા વડોદરા જેવા જિલ્લાઓની અલગ અલગ વિવિધ શાળા – કોલેજોનાં હજારો વિદ્યાર્થીઓને માર્ગદર્શક ડૉ. તનુ જૈન એ બધા જ વિદ્યાર્થીઓન સંબોધતા તેઓએ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા એકધાર્યુ વાંચવા કરતા તમે 6 કલાક વાંચન કરો તેના કરતા 2 કલાક એકાગ્રતાથી વાંચો તો તેનું પરિણામ 6 કલાક વાંચ્યા કરતા પણ સારુ મળી શકે છે અને જે વિદ્યાર્થીઓનો જે ગોલ છે તે નક્કી કરી તે દિશામાં આગળ વધવું જોઈએ અને સૌથી પેહલા ગોલ નક્કી કરી ત્યારબાદ તેના પર કામ કરવાથી તે આસાન સરળ બની જાય છે તેમ કહી તેઓએ વધુમાં એમ પણ કહ્યુ હતુ કે UPSC, GPSC કે પછી અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા એ NEET હોય કે પછી JEE ની પરીક્ષા હોય ત્યારે તેની તૈયારી માટે કેટલો સમય આપવો મોબાઈલ નો વધુ ઉપયોગ ન કરી એક સચોટ ટાઈમ પ્રમાણે મોબાઈલ નો ઉપયોગ કરવા જણાવી ઉપરથી વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ પ્રશ્નોનાં પણ સરળતાથી સમજાય તેવી શૈલીમાં જવાબો દ્વારા પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર આસપાસનાં ટ્રાઇબલ જિલ્લાઓનાં બાળકોમાં ઘણું ટેલેન્ટ છુપાયેલું છે અને તેઓ ચોક્કસ આવી પરીક્ષાઓ દ્વારા આગળ નીકળી શકે તેમ છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





