
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં નવા શામળાજી પ્રાંતની રચના : પ્રાંતોની પુનઃરચના અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
અરવલ્લી જિલ્લામાં વહીવટી કામગીરી વધુ સુદ્રઢ બનશે અને નાગરિકોને મહેસૂલી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થશે લોકોની સવલતને ધ્યાને લઈને અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપના દ્વારા નવીન પ્રાંત બનવાના અંગે દરખાસ્ત કરવાં આવી હતી.
અરવલ્લી જિલ્લામાં નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમજ વહીવટી અને મહેસૂલી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપી ઉપલબ્ધ કરાવવાના હેતુસર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં નવા.શામળાજી પ્રાંત (મુખ્ય મથક-શામળાજી)ની રચના કરી પ્રાંતોની પુનઃરચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ પુનઃરચના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પ્રાંત કચેરીઓના કાર્યક્ષેત્રનું નવેસરથી વિભાજન કરવામાં આવ્યું છે. લોકોની સવલતને ધ્યાને લઈને અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપના દ્વારા નવીન પ્રાંત બનવાના અંગે દરખાસ્ત કરવાં આવી હતી. પરિણામે શામળાજી ખાતે નવા પ્રાંતની રચના થતાં શામળાજી તથા આસપાસના વિસ્તારના નાગરિકોને મહેસૂલી તથા વહીવટી કામગીરી માટે વધુ સુગમ અને સ્થાનિક સ્તરે સેવાઓ ઉપલબ્ધ બનશે. નવીન પ્રાંતમાં ભિલોડા,શામળાજી અને મેઘરજ તાલુકાનો સમાવેશ થસે. તો મોડાસા પ્રાંતમાં મોડાસા અને ધનસુરા તાલુકા અને બાયડ પ્રાંતમાં બાયડ, માલપુર અને સાઠંબા તાલુકાનો સમાવેશ થશે.
નવા શામળાજી પ્રાંતની રચનાથી ભિલોડા, શામળાજી અને મેઘરજ તાલુકાના નાગરિકોને વિવિધ મહેસૂલી સેવાઓ તથા વહીવટી કામગીરી માટે વધુ નજીકના સ્થળે સુવિધા ઉપલબ્ધ થશે. આ નિર્ણયથી વહીવટી તંત્રની કામગીરીમાં કાર્યક્ષમતા વધવાની સાથે નાગરિકોને સેવાઓ મેળવવામાં સમય અને મુસાફરીના ખર્ચમાં પણ બચત થશે.રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા હુકમ અનુસાર ઉપરોક્ત પ્રાંતોની પુનઃરચના કરવામાં આવી છે. આ નિર્ણયથી અરવલ્લી જિલ્લામાં વહીવટી વ્યવસ્થા વધુ સુદ્રઢ, સુગમ અને લોકાભિમુખ બનશે.





