ARAVALLIGUJARATMODASA

અરવલ્લી – કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની બેઠક યોજાઈ,લેન્ડ ગ્રેબિંગ, જિલ્લા જમીન તકેદારી સમિતિ સહિત વિવિધ મહેસૂલી મુદ્દાઓની સમીક્ષા કરાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની બેઠક યોજાઈ,લેન્ડ ગ્રેબિંગ, જિલ્લા જમીન તકેદારી સમિતિ સહિત વિવિધ મહેસૂલી મુદ્દાઓની સમીક્ષા કરાઈ

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં આજે જિલ્લા કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે મહેસૂલી અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં મહેસૂલી કામગીરીની પ્રગતિની સમીક્ષા સાથે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન લેન્ડ ગ્રેબિંગના કુલ ૬૧ કેસોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જમીન પચાવી પાડવાના કિસ્સાઓમાં નિયમોનુસાર ઝડપી અને અસરકારક કાર્યવાહી થાય તથા આવા કેસોમાં જરૂરી કાયદેસરની પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તે અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત જિલ્લા જમીન તકેદારી સમિતિ અંગેની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના કુલ ૫ કેસોની સ્મીક્ષા કરવામાં આવી સાથેજે જિલ્લાના જમીન સંબધિત મુદ્દાઓ અંગે તાલુકાવાર કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

મહેસૂલી અધિકારીઓની બેઠકમાં BSNL ટાવર માટે જમીન ફાળવણી, હેલીપેડ માટે જમીન અંગેની કાર્યવાહી, ચુંટણી ખર્ચ અંગેના મુદ્દાઓ, NH-168G તથા LARR-2013 મુજબના જમીન સંપાદનના કેસો, સી.એમ. ડેશબોર્ડ, જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિઓના રહેઠાણ અંગેના જમીન ફાળવણીના બાકી અરજીઓ, સુગમ-ડિજિટલ ગુજરાત તથા વાહન નીકળા-વાહન ખરીદી સંબંધિત બાબતોની પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.કલેક્ટરએ તમામ સંબંધિત અધિકારીઓને મહેસૂલી કામગીરીમાં સમયબદ્ધતા, પારદર્શિતા અને સંવેદનશીલતા જાળવી નાગરિકોની અરજીઓનો નિયમોનુસાર ઝડપી નિકાલ કરવા તેમજ સરકારી જમીન અને મિલકતોના રક્ષણ માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાના સંબંધિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!