
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
રેલ્લાવાડા : સગર્ભા બહેનો માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો – 30 લાભાર્થી ને કીટ વિતરણ કરાઈ
અરવલ્લી : સગર્ભા બહેનો માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ
રેલ્લાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ મેઘરજ તથા પ્રાયોજના વહીવટદાર કચેરી, શામળાજીના સંયુક્ત ઉપક્રમે 40 કિલોથી ઓછું વજન ધરાવતી અનુસૂચિત જનજાતિની સગર્ભા બહેનો માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્યના મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિસ્તારની આશરે 30 જેટલી સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ યોજનાનો મુખ્ય હેતુ 40 કિલોથી ઓછું વજન ધરાવતી સગર્ભા બહેનોના પોષણમાં સુધારો લાવી માતા તથા બાળકના આરોગ્યને મજબૂત બનાવવાનો અને માતૃમૃત્યુ અટકાવવાનો છે.પોષણ કીટમાં દેશી ચણા, સીંગદાણા, દેશી ગોળ, મગ, ઘી, કોપરું અને શેકેલા ચણા જેવી પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશભાઈ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.એ. બલાત, જિલ્લા પંચાયત સદસ્ય બળવંતસિંહ રાઠોડ, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પ્રમુખ અનિલભાઈ પંચાલ, તાલુકા સદસ્યો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી સગર્ભા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.





