સાબરકાંઠા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

સાબરકાંઠા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
**
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી અને સંતોષકારક ઉકેલ માટે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને ખંતથી અને જવાબદારીપૂર્વક કામ કરવા ખાસ જણાવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ હિંમતનગર અને આસપાસના વિસ્તારોના પ્રશ્નો રજૂ કર્યા હતા. જન્મ મરણના દાખલા, બ્રીજ કામગીરી, મોતીપુરા ત્રણ રસ્તાથી ખેડ તસિયા રોડનું આઈકોનિક રોડ બાબત, કાંકણોલ થી સહકારી જીન રોડ, હિંમતનગર તાલુકામાં માધ્યમિક શાળાઓની જમીન- મકાન અંગે પ્રશ્ન, ઇલોલ ખાતે આયુર્વેદ હોસ્પિટલના મકાન અને જમીન અંગે પ્રશ્ન કર્યા જેના સંબંધીત અધિકારીઓએ જવાબ રજુ કર્યા હતા.
ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાએ આ બેઠકમાં ઇડર સ્ટેટ હાઇવે, ગ્રામ્ય અને સ્ટેટ હાઇવે પર જંગલ કટીંગ્સ , નલ સે જલ યોજના, ભાદરવી પુનમના વિસામા માટે સરકારશ્રી દ્રારા ફાળવેલ જગ્યાઓ પર દબાણ દૂર કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
બેઠકના બીજા ભાગમાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો, નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસોનો સમયસર નિકાલ કરવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ , જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




