GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી કોલેજ ખાતે સપ્તધારા નૃત્યધારા સંગીત પ્રસ્તુતિ યોજાઈ

જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી કોલેજ ખાતે સપ્તધારા નૃત્યધારા સંગીત પ્રસ્તુતિ યોજાઈ

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે સપ્તધારા ગીત સંગીત અને નૃત્યધારા અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આચાર્ય શ્રી ડો.જે.આર.વાંઝાના માર્ગદર્શન અન્વયે કુલ ૧૩ સ્પર્ધકે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા.ડૉ. જાગૃતિ વ્યાસ, પ્રા.ડૉ. ભાવસિંહ બારડ, પ્રા.ડૉ. ચંદ્રકાંત વણકરએ સેવાઓ આપી હતી. તેમજ સમગ્ર સંચાલન પ્રા.ડૉ. ગૌરાંગ જાનીએ કર્યુ હતું. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક પર અનુક્રમે મોરી પ્રીતિ, ગૌસ્વામી વૈશાલી, વ્યાસ કલ્યાણી વિજેતા બનાયા હતા. આ તકે આચાર્યશ્રી ડૉ. જે.આર. વાંઝાએ દેશભક્તિને અનુરૂપ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં પ્રા.ડો. જાગૃતિ વ્યાસે વંદે માતરમના ગાન સાથે આભારવિધિ કરી હતી. ઉક્ત કાર્યક્રમ દરમિયાન કૉલેજનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. તેમ આચાર્યશ્રી, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!