DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: મહિલા કર્મચારીઓએ જેલ સ્ટાફ અને બંદીવાનોને રાખડી બાંધી

તા.૨૪.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી: મહિલા કર્મચારીઓએ જેલ સ્ટાફ અને બંદીવાનોને રાખડી બાંધી

દાહોદ, ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ રોજ જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી. બારોટ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) શ્રી સરોજકુમારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર, રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દાહોદ સબ જેલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ટીલાવત અને માનનીય ડી.ટી.ઓ. (જિલ્લા ક્ષય અધિકારી) ડૉ. આર.ડી. પહાડીયાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ, ‘જીસેક્સ’ (GSACS) અમદાવાદ સંચાલિત દાહોદ જિલ્લાના એન.એ.સી.પી. (NACP) પ્રોગ્રામમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ દ્વારા આજે દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીઓએ જેલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જેલના બંદીવાનો (કેદીઓ) દીર્ઘાયુ, નિરોગી અને તંદુરસ્ત રહે તેવી મંગલ ભાવના સાથે મોં મીઠું કરાવીને રક્ષા સૂત્ર (રાખડી) બાંધ્યું હતું. રક્ષાબંધનના આ પર્વે જેલના વાતાવરણમાં એક અનોખો પારિવારિક સ્નેહ અને ભાવુક માહોલ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!