ARAVALLIGUJARATMODASA

PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ Bio Metric Authentication દ્વારા eKYC કરાવવા અંગેની અગત્યની માહિતી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ Bio Metric Authentication દ્વારા eKYC કરાવવા અંગેની અગત્યની માહિતી

અરવલ્લી જિલ્લાના તમામ પીએમ-કિસાન (PM-Kisan) યોજનાના લાભાર્થી ખેડૂતોને જણાવવામાં આવે છે કે યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે દરેક નાણાકીય વર્ષના પહેલો હપ્તો (એપ્રીલ-જુલાઇ) ના રીલીઝ પહેલા વાર્ષીક Bio Metric Authentication દ્વારા eKYC (ઈ-કેવાયસી) પૂર્ણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો ખેડૂત નિયમોનુસાર યોજનાનો લાભ મેળવવા યોગ્ય હશે અને જો વાર્ષીક Bio Metric Authentication દ્વારા eKYC (ઈ-કેવાયસી) પૂર્ણ નહિ કરાવેલુ હોય તો આ લાભથી વંચિત રહેશે. વર્ષ ૨૦૨૬-૨૭ માં હજુ સુધી કુલ ૬૧૫૨ ખેડૂતો એ જ eKYC કરાવેલ છે. અન્ય પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓએ eKYC તાત્કાલીક પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

eKYC પૂર્ણ કરવા માટેની પદ્ધતિઓ:

૧. PM-KISAN મોબાઈલ એપ ડાઉનલોડ કરીને Face Authentication (ચેહરા ઓળખ) દ્વારા પણ eKYC કરી શકાય છે.

૨. તેમણે નજીકના ગ્રામ પંચાયત વીસીઈ (VCE) અથવા CSC (જન સેવા કેન્દ્ર) પર જઈને ફિંગરપ્રિન્ટ (અંગૂઠા નિશાન) આપીને eKYC કરાવવાનું રહેશે.

3. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/વિલેજ નોડલ ઓફીસરશ્રી દ્વારા પીએમ કિસાન મોબાઇલ એપનો ઉપયોગ કરી Face Authentication દ્વારા,

અન્ય અગત્યની બાબતો:

ખેડૂતોએ પોતાના બેંક ખાતા સાથે આધાર લિંક અને NPCI (DBT) મેપિંગ કરાવેલું હોવું ફરજિયાત છે.યોજના હેઠળ પોતાનું સ્ટેટસ ચકાસવા માટે પોર્ટલ પર ‘Know Your Status’ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે.તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ તાત્કાલિક ધોરણે eKYC પ્રક્રિયા પૂર્ણ કરી લેવા વિનંતી છે.

Back to top button
error: Content is protected !!