શ્રી વી.આર.પટેલ આર્ટ્સ એન્ડ શ્રી આદર્શ પી.ટી.સી. કોલેજ થરાના વિદ્યાર્થીઓએ શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરની પગપાળા યાત્રા કરી..

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા આવેલ શ્રી વી.આર.પટેલ આર્ટ્સ એન્ડ શ્રી આદર્શ પી. ટી.સી. કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર દ્વારા શ્રાવણ માસના પવિત્ર સોમવારે ધાર્મિક તથા શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.પ્રમુખઅણદાભાઈ પટેલ ની સૂચના દ્વારા કોલેજ ના પ્રિ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સાથે મળી સ્કૂલ થી સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર સુધી પગપાળા યાત્રા કરવામાં આવી હતી. શ્રાવણ માસના પવિત્ર અવસરને અનુરૂપ યોજાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ એ ખૂબજ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. પગપાળા યાત્રાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કાર, શિસ્ત, એકતા,સહકાર અને સામૂહિક ભાવના નો વિકાસ કરવાનો હતો.યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ આનંદ સાથે ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો હતો. મહાદેવના દર્શન કરી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ,સંતશ્રી કાર્તિકપુરીજી ગુરૂશ્રી શિવપૂરીજીબાપુ,સંતશ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુના આશીર્વાદ મેળવી જગોસર તળાવની મુલાકાત લીધી હતી પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવી વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો તેમજ પર્યાવરણ અને કુદરતી સંસાધનો પ્રત્યે જાગૃતિ કેળવવાનો સુંદર સંદેશ મેળવ્યો હતો.કાર્યક્રમમાં પ્રોફેસરરો રોહિતભાઈ ઠાકોર, ભરતભાઈ ઠાકોર, જયવદનભાઈ પટેલ, સુનિલભાઈ પટણી, પાર્વતીબેન પરમાર,પ્રિયંકાબેન દેસાઈ,સંજયભાઈ ઠાકોર સહિત કોલેજના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530