MORBI મોરબી સ્વાવલંબી મહિલા અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા નિઃશુલ્ક મેક અપ સેમીનાર સંપન્ન

MORBI મોરબી સ્વાવલંબી મહિલા અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા નિઃશુલ્ક મેક અપ સેમીનાર સંપન્ન
મોરબી ની સેવાકિય સંસ્થા શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન અને સ્માર્ટ કાર્ડ દ્વારા જિલ્લા ના મહિલાઓ ના આર્થિક સામાજિક અને કારકિર્દી વિષયક વિકાસ અર્થે અનેક યોજનાઓ અને કાર્યક્રમો નું સંપૂર્ણ નિઃશુલ્ક અમલીકરણ કરવામાં આવે છે, આ અભિયાન ના ભાગ રૂપે તા, ૨૩ ઓગસ્ટ ના રોજ મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે મોરબી જિલ્લા નાપાર્લર સાથે સંકળાયેલા મહિલા લાભાર્થીઓ માટે પર્લ નેઇલ એન્ડ બ્રાઇડલ સ્ટુડિયો ના સહયોગ થી ગ્લેમ મેક અપ સેમીનાર નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, આ સેમીનાર માં મોડલ ના માધ્યમ થી ગ્લેમ મેક અપ અને મેક અપ ની જુદી જુદી પદ્ધતિઓ ઉપરાંત પાર્લર વિષયક આધુનિક માહિતીઓ અને તકનિકી માહિતી આપવામાં આવી હતી, આ ઉપરાંત સેમીનાર માં ભાગ લેનાર તમામ ૬૨ લાભાર્થી બહેનો ને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,આ નિઃશુલ્ક સેમીનાર દ્વારા લાભાર્થી બહેનો ને પોતાના પાર્લર ના વ્યવસાય માં વિશેષ ઉપયોગી સાબિત થઈ શકશે એવી અપેક્ષા સાથે સંસ્થા ના પ્રતિનિધિઓ દ્વારા સહભાગીઓ ને શુભકામના આપવામાં આવી હતી







