ARAVALLIGUJARATMODASA

શામળાજી – રક્ષાબંધન પર્વે શામળાજી મંદિરમાં દર્શન સમય જાહેર, સોનાની રાખડી અર્પણ કરવામાં આવશે શામળિયાને

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – રક્ષાબંધન પર્વે શામળાજી મંદિરમાં દર્શન સમય જાહેર, સોનાની રાખડી અર્પણ કરવામાં આવશે શામળિયાને

અરવલ્લી જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી શામળાજી મંદિરમાં રક્ષાબંધન પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીનો સમય જાહેર કરવામાં આવ્યો છે. તા. 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન માટે ઉમટી પડવાની શક્યતા છે.

રક્ષાબંધનના દિવસે સવારે 6:00 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવશે. ત્યારબાદ સવારે 6:45 વાગ્યે મંગળા આરતી અને 8:30 વાગ્યે શણગાર આરતી યોજાશે. સવારે 11:30 વાગ્યે ભગવાન શામળિયાને રાજભોગ ધરાવવામાં આવશે.બપોરે 12:15 વાગ્યે રાજભોગ આરતી સાથે મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલશે. ત્યારબાદ બપોરે 2:15 વાગ્યે ઉત્થાપન બાદ ફરી દર્શન શરૂ થશે. સાંજે 7:00 વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે 8:15 વાગ્યે શયન આરતી યોજાશે.

રક્ષાબંધન પર્વની વિશેષતા એ રહેશે કે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવશે. સવારે 9:00 વાગ્યા બાદ ઠાકોરજીને સોનાની રાખડી ધરાવવામાં આવશે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.રાત્રે 8:30 વાગ્યે મંદિર મંગલ બંધ કરવામાં આવશે. રક્ષાબંધન પર્વને લઈને શામળાજી મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટવાની સંભાવનાને પગલે તંત્ર અને મંદિર વ્યવસ્થાપન દ્વારા જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!