MORBI:મોરબીના રવાપર રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે યુવક ઝડપાયો




MORBI:મોરબીના રવાપર રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે યુવક ઝડપાયો

મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે શહેરના રવાપર રોડ પર સફળ રેડ પાડીને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે એક ઈસમની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે લીલાપર રોડ પર રહેતો પરીમલભાઈ ગોપાલભાઈ વાઘેલા નામનો યુવક પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર ધરાવે છે. આ બાતમીના આધારે પોલીસે રવાપર રોડ પર આવેલ કરણ એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડ્યો હતો.
પોલીસ કામગીરી દરમિયાન આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:દેશી હાથ બનાવટની પિસ્તોલ: ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-) જીવતા કાર્તૂસ: ૨ નંગ (કિંમત રૂ. ૨૦૦/-) કુલ મુદ્દામાલ: રૂ. ૫,૨૦૦/- એસ.ઓ.જી. ટીમે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી) એ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



