GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે રૂ. 60.63 લાખની છેતરપિંડી: બે સામે ગુનો દાખલ

 

MORBI:મોરબીમાં શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે રૂ. 60.63 લાખની છેતરપિંડી: બે સામે ગુનો દાખલ

 

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલકનો વિશ્વાસ કેળવી રૂ. 60,63,400ની કથિત છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૂળ જામનગરના કેસીયા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર નીતિન સોસાયટીમાં રહેતા આંગડિયા પેઢીના સંચાલક વિપુલભાઈ મોતીભાઈ ગોધાણી (ઉ.વ. 45) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ: આરોપી ઓ જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (રહે. શક્તનાળા, મોરબી) અને નિમેષભાઈ આચાર્ય (રહે. મોરબી). આરોપીઓએ અગાઉ અવારનવાર વિપુલભાઈની આંગડિયા પેઢી મારફતે નાણાકીય વ્યવહારો કરી તેમનો પૂર્ણ વિશ્વાસ સંપાદિત કર્યો હતો.: વિશ્વાસ કેળવ્યા બાદ આરોપીઓએ કાવતરું રચી ફરિયાદી પાસે રાજકોટ સ્થિત શ્રીજી આંગડિયા પેઢી ખાતે રૂ. 60,63,400નું આંગડિયું કરાવ્યું હતું.

રાજકોટ ખાતે આંગડિયા મારફતે મોકલાવેલી રૂ. 60.63 લાખની રકમ આરોપી નિમેષે ઉપાડી લીધી હતી. રકમ મેળવી લીધા બાદ બંને આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા અને ફરિયાદીને નાણાં પરત ચૂકવ્યા ન હતા.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં વિપુલભાઈ ગોધાણીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!