કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન, દેશભક્તિ, સ્વદેશાભિમાન અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સંદેશ
કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન, દેશભક્તિ, સ્વદેશાભિમાન અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સંદેશ

ભારત વિકાસ પરિષદ–કેશોદ દ્વારા રાષ્ટ્ર જાગરણ અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2026નું આયોજન શહેરના લોહાણા મહાજન વાડી, શરદ ચોક ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારી અલ્પાબેન તથા ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડો સ્નેહલ તન્ના તથા કારોબારીના સભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ફુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં સંસ્કૃત તથા હિન્દીમાં છ ગીતો લાવવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમાંકે કેશોદ ગર્લ્સ સ્કુલ વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અખંડ ભારતના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સ્વદેશાભિમાન, રાષ્ટ્રભક્તિ તથા અનુશાસન જેવા નૈતિક મૂલ્યોનું સિંચન થાય અને રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્ર જાગરણની સામૂહિક ભાવનાને વેગ મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિવિધ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશભક્તિના ગીતોનું સમૂહગાન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો, સભ્યો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્ર જાગરણ – રાષ્ટ્ર નિર્માણ – રાષ્ટ્ર સમર્પણના સંદેશ સાથે યોજાયેલી આ સ્પર્ધાને ઉપસ્થિતોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો. નિર્ણાયક તરીકે ભુપેન્દ્ર જોશી તથા તેજલબા દરબાર રહ્યા હતા કાર્યક્રમના સફળ બનાવવા જીતેન્દ્ર પટેલ તથા નિશાંત પુરોહિત દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 




