GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૮ ઝબ્બે, ₹૧.૨૦ લાખથી વધુની રોકડ જપ્ત

 

MORBI:મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૮ ઝબ્બે, ₹૧.૨૦ લાખથી વધુની રોકડ જપ્ત

 

મોરબી શહેરમાં પોલીસ દ્વારા જુગારીઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં જુગારની પ્રવૃત્તિઓ ચાલુ જ છે. તેવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રવાપર-ઘુનડા રોડ પર આવેલી ભૂમિભક્તિ સોસાયટીમાં એક ફ્લેટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને ૮ જુગારીઓને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ₹૧,૨૦,૪૦૦ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રવાપર-ઘુનડા રોડ પર આવેલ ભૂમિભક્તિ સોસાયટીના ‘સાહેબ પેલેસ’ એપાર્ટમેન્ટમાં રહેતો મનોજભાઈ માવજીભાઈ લોહ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને પોતાના ફ્લેટમાં જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમી સીટી એ ડિવિઝન પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા તીનપત્તીનો જુગાર રમી રહેલા આઠ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ મનોજભાઈ માવજીભાઈ લોહ (રહે. સાહેબ પેલેસ, રવાપર રોડ, મોરબી) ગીરધરભાઈ મનજીભાઈ ભેંસદડીયા (રહે. ભક્તિનિકેતન સોસાયટી, શિવ વાટિકા એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી) અશ્વિનભાઈ અરજણભાઈ સીણોજીયા (રહે. ચિત્રકૂટ સોસાયટી, રવાપર રોડ, મોરબી) ચિરાગભાઈ ધીરજભાઈ સનીયારા (રહે. સાહેબ પેલેસ, કૃષ્ણા સ્કૂલ પાસે, રવાપર રોડ, મોરબી) નયનભાઈ પટેલ (રહે. મોરબી) જગદીશભાઈ દામજીભાઈ મેરજા (રહે. પટેલ રેસિડેન્સી, પટેલ નગર, આલાપ રોડ, મોરબી) કિશોરભાઈ રવજીભાઈ સનારીયા (રહે. સંતકૃપા એપાર્ટમેન્ટ, શક્તિ રેસિડેન્સી સામે, રવાપર-ઘુનડા રોડ, મોરબી) દીપકભાઈ સવજીભાઈ કાંજીયા (રહે. સાહેબ પેલેસ, કૃષ્ણા સ્કૂલ પાસે, રવાપર રોડ, મોરબી) પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૧,૨૦,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!