HALVAD:હળવદના વૈજનાથ પાર્કમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ અટકમાં, ₹૬૩,૨૦૦ની રોકડ જપ્ત




HALVAD:હળવદના વૈજનાથ પાર્કમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ અટકમાં, ₹૬૩,૨૦૦ની રોકડ જપ્ત

હળવદ ટાઉન વિસ્તારમાં આવેલ વૈજનાથ પાર્કમાં રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે સફળ દરોડો પાડીને કુલ ૬ આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી લીધા છે.
સરહદી રેન્જ (ભુજ)ના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સમીર સારડા દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે આ કામગીરી કરવામાં આવી હતી.

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વૈજનાથ પાર્કમાં રહેતા પ્રવિણ ચંદુભાઇ ઠાકરના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા ૬ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલ આરોપીઓ:પ્રવિણ ચંદુભાઇ ઠાકર (રહે. વૈજનાથ પાર્ક, હળવદ) હિતુભા સામંતસિંહ ઝાલા (રહે. સ્વામીનારાયણ નગર, હળવદ) અશ્વિન ગટુરભાઇ વડેચા (રહે. ગામ સુંદરગઢ, તા. હળવદ) ભરત ગાંડુભાઈ છનીયારા (રહે. સાનિધ્ય પાર્ક, મહેન્દ્રનગર, મોરબી) પ્રવિણ દોલુભાઈ રાઠોડ (રહે. રૂદ્રપાર્ક, હળવદ) રસીક રેવાભાઈ ઉઘરેજા (રહે. ગામ કીડી, તા. હળવદ)
જપ્ત કરાયેલ મુદામાલ:પોલીસે રોકડા રૂા. ૬૩,૨૦૦/- તથા ગંજીપત્તાના ૫૨ પાના કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



