GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:પીલર્સ ઓફ લીડરશીપ પર ઇસ્કોન દ્વારા નવયુગ કોલેજ-વીરપર (મોરબી) માં સેમિનાર યોજાયો 

 

MORBI:પીલર્સ ઓફ લીડરશીપ પર ઇસ્કોન દ્વારા નવયુગ કોલેજ-વીરપર (મોરબી) માં સેમિનાર યોજાયો

 

આજે એક પરિવાર, સોસાયટી, રાજ્ય કે દેશ ને એક સાચા લીડર ની જરૂર છે. લીડર તો સર્વ કોઈ બની જાય છે અથવા તો બનાવી દેવામાં આવે છે પરંતુ જેવી રીતે એક મકાન પાયા વગર ના ટકી શકે તેમ, લીડર તો ઘણા હોઈ છે પરંતુ તેનો પાયો મજબૂત છે કે નહિ!!?

જો લીડર જ ડિપ્રેસન, કુટેવ અથવા અશાંત ના ભોગ બનેલ હશે તો તે સોસાયટી કે સમાજ ને કેવી રીતે શાંતિ પ્રદાન કરી શકે ?

આ હેતુ થી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા નું મહત્વ અને ડેઇલી જીવન ના તમામ પ્રશ્નો નું નિવારણ કરવા કોલેજ ના બાળકો જે આવતી કાલ નું ભવિષ્ય છે તેમના માટે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇસ્કોન દ્વારા આ સેમિનાર માં હાજર રહેલ કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ ને ભગવદ્દ ગીતા વિના મુલ્યે (ફ્રી) વિતરણ કરવામાં આવી હતી

ઇસ્કોન વતી ડો. અતુલ, નવયુગ કોલેજ ના ટ્રસ્ટી, પ્રિન્સીપલ તથા તમામ સ્ટાફ મિત્રો નો આભાર વ્યક્ત કરે છે કે જેમની પરમિશન દ્વારા વિદ્યાર્થીઓ ના ભવિષ્ય માટે આ કાર્યક્રમ નું અનુમતિ પ્રદાન કરી હતી

આપની સોસાયટી, સ્કૂલ, કોલેજ માં ગીતા સેમિનાર નું વિના મુલ્યે આયોજન કરવા સંપર્ક કરો ડો. અતુલ :7016707756

Back to top button
error: Content is protected !!