GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન

સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન

 

ખાંડના ભાવ વધારાના વિરોધમાં આપ ના કાર્યકરોએ નગરજનોને એક-એક ચમચી ખાંડ આપી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ

સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાંડના ભાવમાં થયેલા વધારાને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ સામે પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા એક ચમચી ખાંડનું વિતરણ કરી સંતરામપુર નગરજનોને એક-એક ચમચી ખાંડ આપવામાં આવી હતી અને ખાંડના અસહ્ય ભાવ વધારા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના દૈનિક જીવન પર પડતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બાઈટ… બાબુ ભાઈ ડામોર… આમ આદમી પાર્ટી

આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભા પ્રભારી બાબુભાઈ ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ જયેશભાઈ કલાલ, સંતરામપુર તાલુકા સંગઠન મંત્રી ગિરવતભાઈ કટારા, કડાણા તાલુકા પ્રમુખ મહેશભાઈ વાલુ, સંતરામપુર શહેર પ્રમુખ તલ્હાભાઈ અરબ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીમાં રાહત આપવા અને સામાન્ય તથા ગરીબ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળે તેવી માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

Back to top button
error: Content is protected !!