જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરી ના અધ્યક્ષતામાં યોજાયો હતો. કલેક્ટરશ્રીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ અરજીના નિવારણ માટે નાગરીકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રોપર્ટી કાર્ડ જારી કરવા, બિન અધિકૃત દબાણનો નિકાલ કરવા, જાહેર રસ્તો ખૂલ્લો કરવો, વીજ કનેક્શન આપવા, પ્લોટ ફાળવવા, વરસાદિ પાણીના નિકાલ કરવા, બાગાયતી યોજનાને લગત સહાય બાબત, જેવા પ્રશ્નોનોના નિવારણ લાવવા નાગરિક પ્રથમ અભિગમ દાખવી જિલ્લા કલેકટરશ્રી દ્વારા સબંધિત અધિકારીઓ સાથે અરજદારની હાજરીમા વિગતવાર સમીક્ષા કરી અરજીઓનો ત્વરિત નિકાલ લાવવા જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા, અધિક કલેક્ટર સુશ્રી બી. એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી.એ.જાડેજા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 



