GUJARATKUTCHMANDAVI

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવીની નવનિયુક્ત ટીમે ધારાસભ્ય,TDO અને મામલતદાર ની શુભેચ્છા મુલાકાત લીધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૨૬ ઓગસ્ટ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, માંડવી તાલુકાની નવનિયુક્ત કારોબારી ટીમ દ્વારા વિસ્તારના માનનીય ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી (TDO)સાહેબ અને મામલતદાર,તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ની મુલાકાત લેવામાં આવી હતી.આ શિષ્ટાચાર મુલાકાત દરમિયાન નવનિયુક્ત ટીમે તમામ અધિકારીશ્રીઓ અને જનપ્રતિનિધિ નું સાલ,પુસ્તક તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિન દર્શિકા (કેલેન્ડર)આપીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન તાલુકાની શૈક્ષણિક સ્થિતિ, શિક્ષકોના વિવિધ પ્રશ્નો તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે સાનુકૂળ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ધારાસભ્ય અને વહીવટી અધિકારીઓએ નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.શિક્ષકોના પડતર પ્રશ્નોના નિકાલ અને શિક્ષણના દ્રઢિકરણ માટે શૈક્ષિક મહાસંઘ અને વહીવટી તંત્ર વચ્ચે પરસ્પર સહયોગ જાળવી રાખવા અંગે સકારાત્મક ચર્ચા થઈ.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે “રાષ્ટ્રના હિતમાં શિક્ષણ, શિક્ષણના હિતમાં શિક્ષક અને શિક્ષકના હિતમાં સમાજ”ના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવીના હોદ્દેદારો અધ્યક્ષ પ્રવીણ ભાઈ કન્નડ ,જિલ્લા મહિલા ઉપાઘ્યક્ષ દક્ષાબેન રાણીપા, જિલ્લા સહમંત્રી નવીનભાઈ ખાંખલા,તાલુકા મહિલા ઉપાઘ્યક્ષ સંગીતાબેન રાજગોર,તાલુકા મહામંત્રી હિરેનભાઈ વાસાણી,વનરાજભાઈ ખવડ કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.એવું નવનિયુક્ત પ્રચાર પ્રમુખ અલ્પેશભાઈ સાંગાણી ની યાદી માં જણાવાયું.

Back to top button
error: Content is protected !!