Rajkot: તિબેટના સરહદી વિસ્તારમાં પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર

તા.૨૭/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તિબેટના સરહદી વિસ્તારોમાં અચાનક આવેલા પૂરની પરિસ્થિતિને કારણે ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઈઝરી અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ચીનમાં આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એક સત્તાવાર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
જે મુજબ, ચીનમાં સ્થળ પર તૈનાત સ્થાનિક અધિકારીઓનો સંપર્ક નંબર ૦૦૮૬ ૧૩૯ ૮૯૯૯ ૦૦૧૨ છે. આ ઉપરાંત, બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક નંબર ૦૦૮૬ ૧૮૫ ૧૪૨૮ ૪૯૦૫ છે, જેના પર વોટ્સએપ દ્વારા પણ સંપર્ક કરી શકાશે.
દૂતાવાસ દ્વારા કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં +૯૭૭ ૯૮૫ ૧૩૧ ૬૮૦૭ અને +૯૭૭ ૯૭૦ ૯૧૦ ૭૫૦૦નો સમાવેશ થાય છે. આ બંને નંબરો પર પણ વોટ્સએપના માધ્યમથી સંપર્ક સાધી શકાશે.
બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની યાદીમાં જણાવાયું છે કે, અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. દૂતાવાસ દ્વારા તમામ ભારતીયોને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.


