Rajkot: S.G.F.I. (શાળાકીય) અને એસોસિએશનની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં વિજેતા તથા ભાગ લીધેલા ખેલાડીઓ શિષ્યવૃતિ માટે તા. ૩૦ ડીસેમ્બર સુધી અરજી કરી શકશે

તા.૨૭/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષે S.G.FI.(શાળાકીય) અને એસોસિએશનની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં જે ખેલાડી મેડલ મેળવે તેને શિષ્યવૃતિ અને જે ખેલાડી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લે તે ખેલાડીઓને વૃતિકા આપવામાં આવે છે.
૨૦૨૫-૨૬ ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને ફરજિયાતપણે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ www.sportsauthority.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૩૦/૧૨/૨૦૨૬ સુધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃતિ રૂ.૨૫૦૦ તેમજ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા સ્વરૂપે રૂ.૨૦૦૦ પુરસ્કાર આપવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રી, રાજકોટ કચેરીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


