GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:એકલી રખડતી મહિલાને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી

 

MORBI:એકલી રખડતી મહિલાને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી

 

 

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી મહિલા છેલ્લા ઘણા સમયથી એકલી આમતેમ રખડતી જોવા મળે છે અને તેમને મદદની જરૂરિયાત છે.

માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ યુવરાજસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાની મદદ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સુરક્ષિત જગ્યાએ બેસાડવામાં આવેલ અને તેમની સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવેલ.

કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવેલ કે તેઓએ આશરે બાર મહિના અગાઉ લવ મેરેજ કરેલ હતા. તેમના પતિને આશરે છ મહિના જેટલો સમય થયેલ અવસાન પામેલ છે. ત્યારબાદ પિયર પક્ષ દ્વારા મહિલાને પોતાના ઘરે લઈ જવામાં આવેલ હતી. આજે મહિલા પોતાની સાસરીમાં પરત આવેલ હતી, પરંતુ સાસરી પક્ષ દ્વારા તેમને સાથે રાખવાની ના પાડવામાં આવતા તેઓ એકલા આમતેમ રખડતા હતા.

181 અભયમ ટીમ દ્વારા મહિલાના જણાવેલ સરનામે પહોંચી તેમના પરિવારજનો સાથે વાતચીત કરી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવેલ. મહિલાને જરૂરી કાયદાકીય માહિતી, સલાહ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.

કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવેલ કે નજીકમાં તેમના બહેન રહે છે અને હાલ તેઓ તેમના બહેનના ઘરે રહેવા ઈચ્છે છે. જેથી 181 અભયમ ટીમ દ્વારા મહિલાને તેમના બહેનને સહી સલામત સોંપવામાં આવેલ તથા બહેનને મહિલાનું યોગ્ય ધ્યાન રાખવા અને તેમની સુરક્ષા તથા જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ.

અંતે, પીડિત મહિલાને સહી સલામત તેમના પરિવારજનોને સોંપવામાં આવતા મહિલાના પરિવારજનો દ્વારા 181 અભયમ ટીમે સંવેદનશીલતા અને સમયસર કામગીરી કરી મહિલાને મદદરૂપ બનવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!