

ફૈઝ ખત્રી..શિનોર
હોવાની ઘટના સામે આવી છે. ગત સાંજે માછીમારી કરવા ગયેલા શનાભાઈ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે નર્મદા નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
વી.ઓ….મળતી માહિતી મુજબ, શિનોર તાલુકાના બરકાલ ગામની કોલોનીમાં રહેતા આશરે 61 વર્ષીય શનાભાઈ મણિલાલ વસાવા ગતરોજ સાંજે 5થી 6 વાગ્યાના અરસામાં માછીમારી કરવા માટે નર્મદા નદીમાં ગયા હતા.
જોકે, મોડી રાત સુધી શનાભાઈ વસાવા ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારબાદ આજે સવારથી પરિવારજનો તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
શોધખોળ દરમિયાન આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં નર્મદા નદીમાંથી શનાભાઈ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં શિનોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, શનાભાઈ વસાવાનું માછીમારી દરમિયાન નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુઃખદ ઘટનાને પગલે બરકાલ ગામમાં તેમજ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.


