BANASKANTHAGUJARATKANKREJ

ભાભર તાલુકાના બુરેઠા ગામે રામેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિપૂજન કરાયું..

ભાભર તાલુકાના બુરેઠા ગામે રામેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિપૂજન કરાયું..

ભાભર તાલુકાના બુરેઠા ગામે રામેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિપૂજન કરાયું..

ભાભર તાલુકાના બુરેઠા ગામે ગામના પાદરની નજીક આવેલ તળાવની પાળે આવેલી રમણીય જગ્યાએ શ્રી રામેશ્વર મહાદેવનું નવીન મંદિર બનવા જઈ રહ્યું છે. જેના નામકરણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ૨૬ મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ઉજ્જૈનવાડાના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુની પાવન નિશ્રામાં પ્રહલાદજી ઠાકોર સહીત ગામ જનોની હાજરીમા નામ કરણ વિધિ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.વહેલી સવારે ગામની કુમારિકાઓ દ્વારા મહંતશ્રી શ્યામસ્વરૂપ બાપુ, વિદ્વાન ભૂદેવોનું સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા વિદ્વાન ભૂદેવોએ પૂજન અર્ચનથી ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિનો પ્રારંભ કરાવ્યો હતો.ત્યારે બુરેઠા ગામના સરપંચ,ગ્રામજનો ગામના તમામ સમાજના આગેવાનો, અગ્રણીઓ,યુવાનો,માતાઓ,બહેનો,આબાલવૃદ્ધ તથા આજુબાજુના ગામની ધર્મ પ્રેમી જનતાએ વિશાળ સંખ્યા માં હાજરી આપી હતી.આ ધાર્મિક કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થતાં ‘હર હર મહાદેવ’ના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગામના પાદરે આવેલ તળાવની પાળે હનુમાનજીનું મંદિર,લોકનાથ અમૃતાલયમ,કોમી એકતાના પ્રતીક સમી દાવલશાપીરની દરગાહ,પ્રાથમિક શાળા અને આરોગ્ય કેન્દ્ર બાજુ બાજુમાં આવેલાં છે.વર્ષો જૂના પવિત્ર પીપળાના વિશાળ વૃક્ષ સાથે ના રમણીય તળાવની સૌંદર્ય સમૃદ્ધિ તથા ધાર્મિક સમૃદ્ધિ વચ્ચે ભારતીય સ્થાપત્ય શૈલી અને ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમુ આ શિવાલય આવનારા સમયમાં આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમ રમેશભાઈ (શિલ્પી બુરેઠા) પ્રજાપતિએ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!