MEHSANAVIJAPUR

પિલવાઈની શેઠ જી.સી. હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી વિદ્યાર્થીઓએ એકબીજાને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કર્યો

સ્વનિર્મિત રાખડી સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા

પિલવાઈની શેઠ જી.સી. હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી
વિદ્યાર્થીઓએ એકબીજાને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કર્યો સ્વનિર્મિત રાખડી સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે આવેલી શેઠ જી.સી. હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં આચાર્ય કૃણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણી વધુ મજબૂત બને તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ એકબીજાને રાખડી બાંધી શુભ આશિષ મેળવ્યા હતા. રક્ષાબંધનની પરંપરા અને તેના મહત્વ અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે સ્વનિર્મિત રાખડી બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરી સુંદર તથા આકર્ષક રાખડીઓ તૈયાર કરી હતી. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ ક્રમના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ભાઈ-બહેન પ્રત્યેનો પ્રેમ અને ભારતીય સંસ્કૃતિના તહેવારો પ્રત્યેની સમજ વિકસે તેવો હેતુ સાર્થક થયો હતો. રક્ષાબંધન પર્વની આ ઉજવણીથી શાળામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો

Back to top button
error: Content is protected !!